Home> World
Advertisement
Prev
Next

બોયફ્રેન્ડને 9 મહિને ખબર પડી પોતાની ગર્લફ્રેન્ડનું 'આ ચોંકાવનારું રહસ્ય, જાણીને ઉડી ગયા હોશ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા 20 વર્ષના એલેક્સને જ્યારે તેની ગર્લફ્રેન્ડની એક વાત ખબર પડી તો તેના પગ નીચેથી જમીન જાણે સરકી ગઈ.

બોયફ્રેન્ડને 9 મહિને ખબર પડી પોતાની ગર્લફ્રેન્ડનું 'આ ચોંકાવનારું રહસ્ય, જાણીને ઉડી ગયા હોશ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા 20 વર્ષના એલેક્સને જ્યારે તેની ગર્લફ્રેન્ડની એક વાત ખબર પડી તો તેના પગ નીચેથી જમીન જાણે સરકી ગઈ. એલેક્સની ગર્લફ્રેન્ડે 9 મહિના સુધી એ વાત સંતાડી રાખી કે તેનો જન્મ એક છોકરા તરીકે થયો હતો. એલેક્સને આ જાણકારી તે બંનેના એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડે આપી. એલેક્સે સચ્ચાઈ જાણ્યા બાદ તરત પોતાની ગર્લફ્રેન્ડથી બ્રેકઅપ કરી લીધુ. એલેક્સનું કહેવું છે કે મને એ વાતથી કોઈ ફરક પડતો નથી કે તે પહેલા શું હતી. અમારા બંને વચ્ચે સંબંધ સારા હતાં પરંતુ મને એ વાતની તકલીફ છે કે તેણે મારાથી આ વાત છૂપાવી. 

એક મીડિયા રિપોર્ટ મુજબ એલેક્સને આ વાતની જાણકારી તેની એક્સ ગર્લફ્રેન્ડના એક મિત્રએ આપી. તેણે નશાની હાલાતમાં જણાવ્યું  કે તે એક છોકરા તરીકે જન્મી હતી. એલેક્સને તેના મિત્રએ જણાવ્યું કે ગર્લફ્રેન્ડે 18 વર્ષની ઉંમરે સેક્સ ચેન્જ સર્જરી કરાવી હતી. 

જુઓ LIVE TV

એલેક્સને પહેલા તો આ વાત પર વિશ્વાસ જ ન આવ્યો. તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે સીધે સીધી વાત કરવાનું વિચાર્યું. જ્યારે તેણે ગર્લફ્રેન્ડને પૂછ્યું તો તેણે કોઈ જવાબ ન આપ્યો. એલેક્સ સમજી ગયો પરંતુ તેને એવું લાગ્યું કે જાણે તે દગાખોરીનો ભોગ બન્યો છે. તેનું કહેવું છે કે જો તેણે તેને બધુ સાચે સાચું બતાવી દીધુ હોત તો કોઈ સમસ્યા ન હોત. પરંતુ તે આવી દગાખોરી ક્યારેય સહન નહીં કરે. 

એલેક્સનું  કહેવું છે કે તેની ગર્લફ્રેન્ડના પરિવારે પણ તેને આ વાત ક્યારેય જણાવી નહતી. તે તેના પરિવારને કેટલીય વાર મળી ચૂક્યો છે. હાલ જો કે આ બંનેના સંબંધને તૂટ્યે 3 અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More